અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થઈ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ રાખી. મંદિરનો પાયો રાખવાની સાથે જ રાજકારણ પણ શરૂ થઈ ચુક્યું છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે ભૂમિપૂજન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અયોધ્યામાં મસ્જીદ હતી, છે અને રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે, મુસલમાનોએ ડરવાની જરૂર નથી.
સપા સાંસદે વધુમાં કહ્યું કે, સંગ-એ-બૂનિયાદ રાખવી જમ્હૂપિરતનું ખુન છે. આ જમ્હૂરી મુલ્કમાં આ જે અમલ થઈ રહ્યો છે તેમણે કદાચ તેના પર ધ્યાન નથી આપ્યું કે આપણે જે કંઈ પણ કરી રહ્યાં છીએ તે કઈ બૂનિયાદ પર કરી રહ્યાં છીએ. તેમની સરકાર છે. તેમણે તાકાતના દમ પર સંગ-એ-બૂનિયાદ રાખી દીધી. કોર્ટ પાસે પણ પોતાના પક્ષમાં નિર્ણય કરાવી લીધો.
ઉલ્લેખનિય છે કે, મસ્જીદને લઈને નિવેદન આપનારા શફિકુર્રહમાન પહેલા નેતા નથી. આ પહેલા પણ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ પણ કહ્યું હતું કે, બાબરી મસ્જીદ કાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.