અયોધ્યામાં 02 એપ્રિલ સુધી બહારથી આવતા લોકોને પ્રવેશ મળશે નહી. રામનવમીના મેળા પહેલા જિલ્લા તંત્રએ એડવાઈઝરી જાહેર કરી કહ્યું કે, જિલ્લામા બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અયોધ્યા આવનારા શ્રદ્ધાળુંઓ અયોધ્યાની બોર્ડર પર જ રોકી દેવામાં આવશે. અયોધ્યામાં 25 માર્ચથી રામનવમીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પહોંચે છે. જ્યારે બીજી બાજુ શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ જિલ્લા તંત્રની પહેલ પર આ વખતે કોરોના વાઈરસના સંક્રમણની આશંકાને લીધે નવરાત્રીની સાથે રામનવમીના મેળામાં આવવાનું ટાળવા અપીલ કરી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી મહંત કમલનયનદાસ તરફથી શનિવારે અહીં મણિરામ છાવણીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન શ્રદ્ધળુંઓને અપીલ કરવામાં આવી છે કે નવરાત્રીની પૂજા પોતાના ઘરોમાં કરે, સાથે જ ઘરો પર જ શ્રીરામ જન્મોત્સવ મનાવે. નવરાત્રી અને રામનવમી પર્વના અવસરે અયોધ્યામાં શ્રદ્ધાળુંઓની ભીડ એકઠી થાય નહી. સુરક્ષિત રીતે પોતાના ઘરોમાં રામ નવમી અને નવરાત્રીનો તહેવાર મનાવવામાં આવે.
અયોધ્યામાં શ્રદ્ધાળુંઓની એન્ટ્રી 2 એપ્રીલ સુધી બંધ કરી દેવામાં આવી છે. અયોધ્યા ધામ બહારથી આવનારા તમામ શ્રદ્ધાળુંઓને અયોધ્યાનો પ્રવાસ નહી કરવાનું કહેવામાં આવ્યું છે. બહારથી અયોધ્યા ધામમાં આવવા પર 2 એપ્રીલ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.