રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 40 મા દિવસની સુનાવણી ચાલી રહી છે. આ કેસની સુનાવણી આજે સાંજે સમાપ્ત થશે. આજની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ખૂબ કડક જોવા મળી રહ્યાં છે. તે દર મિનિટે સુનાવણીમાં ઝડપ કરવા માટે બંને પક્ષોને ટકોર રહી રહ્યાં છે. હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ તેમની તરફેણમાં ઘણી દલીલો કરી હતી. દરમિયાન કોર્ટમાં ડ્રામા પણ જોવા મળ્યો જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને રામ મંદિર મામલે એક પુસ્તકમાં છપાયેલા નકશાને ફાડી નાખ્યો હતો. રામ મંદિર પર હિન્દુ મહાસભાના વકીલે ઓક્સફર્ડ પુસ્તકનો હવાલો ટાંક્યો હતો. દરમ્યાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને નકશો ફાડી નાંખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ મુસ્લિમ પક્ષના વકીલના આવા વલણથી ખૂબ ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું કે જો આવું જ ચાલતું રહ્યું તો તેઓ ઉભા થઈને ચાલ્યા જશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુનાવણી આજે પૂર્ણ થશે. પક્ષકારો સિવાય કોઈને બોલવાની છૂટ આપવામાં આવશે નહીં. 5 સભ્યોની બંધારણ બેંચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું કે હવે બહુ થયું, સુનાવણી આજે એટલે કે 16 ઓક્ટોબરે જ પૂરી થશે. અયોધ્યા કેસની સુનાવણીનો આજે 40 મો દિવસ છે. સુનાવણી શરૂ થયા પછી એક વકીલે વધારાનો સમય માંગ્યો. જેના પર સીજેઆઈ ગોગોઇએ સ્પષ્ટ કર્યું કે અયોધ્યા કેસની સુનાવણી આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થશે. જ્યારે વકીલે આ કેસમાં દખલ માટે અપીલ કરી ત્યારે સીજેઆઈએ અપીલ નામંજૂર કરી દીધી. સુનાવણી શરૂ થતાની સાથે જ હિન્દુ-મુસ્લિમ પક્ષોએ તેમના દસ્તાવેજો સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યા. કોર્ટે દસ્તાવેજો જોયા બાદ ચર્ચા શરૂ થવા દીધી હતી. આ તરફ હિન્દુ મહાસભાના સલાહકારે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ લવાદ ઇચ્છતા નથી અને સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે હિન્દુ મહાસભા આ મામલે સર્વોચ્ચ અદાલત તરફથી ચુકાદો ઇચ્છે છે. બીજી તરફ મુસ્લિમ પક્ષે કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારશે. મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીએ કહ્યું કે તેઓ આ મામલે નિર્ણય ઇચ્છે છે. જે નિર્ણય આવે તે સ્વીકારશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.