ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વરિષ્ઠ સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ કહ્યું હતું કે અયોધ્યાની વિવાદાસ્પદ જમીનના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મુસ્લિમોએ ડરવાની જરૂર નથી.
‘આઝાદ હિન્દુસ્તાનમાં આ સૌથી સંવેદનશીલ અને સૌથી મોટો ચુકાદો હશે. હું દેશની તમામ મસ્જિદોના ઇમામોને અપીલ કરું છું કે દેશના ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો રાખીને હિન્દુ-મુસ્લિમ ભાઇચારો અને એખલાસ જળવાઇ રહે એ રીતે વર્તજો. કાયદાનું જવાબદારીપૂર્વક પાલન કરીને દેશમાં શાંતિ પ્રવર્તી રહે એ ધ્યાનમાં રાખજો.
શુક્રવારે એક જાહેર નિવેદન દ્વારા મૌલાનાએ કહ્યું કે મિડિયા રિપોર્ટ પરથી એવા અણસાર મળી રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટનો ચુકાદા આવવાની તૈયારી છે. તમે સૌ જાણો છો કે અયોધ્યાનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને ખૂબ મહત્ત્વનો છે.
માત્ર ભારત નહીં. દુનિયા આખીની આ ઘટના પર નજર છે. મારે દેશની તમામ મસ્જિદોના ઇમામોને અપીલ છે કે જુમ્માની નમાજ પહેલાં જાહેર કરે કે મુસ્લિમોએ આ ચુકાદાથી ડરવાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.