અયોધ્યા મામલે રિવ્યૂ પીટીશન કરવાનાં AIMPLBનાં નિર્ણય પર કે.કે. મોહમ્મદનો જોરદાર જવાબ

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાની વિરુદ્ધ પુન:વિચાર અરજી દાખલ કરવાની ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યોજનાનો પુરાતત્વવિભાગનાં કે.કે. મોહમ્મદે વિરોધ કર્યો છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળનું ખોદકામ કરનારા દળનો ભાગ રહી ચુકેલા કે.કે. મોહમ્મદે રવિવારનાં કહ્યું કે, “અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા વિરુદ્ધ પુન:વિચાર યાચિકા દાખલ કરવાથી મુસ્લિમ સમુદાયને કોઈ ફાયદો નહીં થાય.”

પુન:વિચાર અરજી કરવાથી કોઈ ફાયદો નહીં થાય

નાગપુરમાં ‘ભારતીય મંદિર: શોધ તેમજ પુરાતાત્વિક શોધ’ વિષય પર આયોજિત વ્યાખ્યાનને સંબોધિત કરતા તેમણે કહ્યું, “તેઓ પુન:વિચાર યાચિકા દાખલ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આનાથી ફાયદો નહીં મળે.” ઉલ્લેખનીય છે કે આ પહેલા અયોધ્યા ભૂમિ વિવાદ મામલે મુખ્ય પક્ષકાર ઇકબાલ અંસારીએ પણ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની વિરુદ્ધ અરજી દાખલ કરવાની ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યોજનાથી અંતર બનાવી લીધું છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા અંસારીએ કહ્યું હતુ કે, તેઓ પુન:વિચારની માંગ નહીં કરે. તો AIMPLBએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે પુન:વિચાર અરજી દાખ કરવાનો રવિવારનાં નિર્ણય લીધો હતો. આના કેટલાક સમય બાદ જ અંસારીએ કહ્યું હતુ કે “પુન:વિચારની માંગ કરવાનો કોઈ મતલબ નથી, કેમકે પરિણામ આ જ રહેશે. આ પગલું સૌહાદપુર્ણ વાતાવરણને બગાડશે.”

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.