દિલ્હી:સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મુદ્દે 40 દિવસથી ચાલી રહેલી કાર્યવાહી બાદ સુનાવણી પૂર્ણ કરવાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની ખંડપીઠ હવે દસકાઓ જૂના કેસનો નિર્ણય આપશે. આ કેસમાં 3 દિવસનું મોલ્ડિંગ ઓફ રિલીફ આપવામાં આવ્યું છે. આ કેસમાં એક મહિનાની અંદર નિર્ણય આવશે. જો કે કોર્ટની તરફથી નિર્ણયની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
- SCમાં આજથી ત્રણ દિવસ સુધી મોલ્ડિંગ ઓફ રિલીફ
- ત્રણ દિવસમાં તમામ પક્ષકાર કરશે એફિડેવીટ
- મોલ્ડિંગ ઓફ રિલીફને લઇને તમામ પક્ષ કરશે એફિડેવિટ
સુપ્રીમ કોર્ટમાં હવે શું થશે?
બુધવારે આ કેસમાં દલીલો પૂર્મ થઈ અને સર્વોચ્ચ અદાલતની તરફથી દરેક પક્ષોને મોલ્ડિંગ ઓફ રિલીફને માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો. આવનારા 3 દિવસમાં પક્ષકારોને લેખિત સોગંદનામું અદાલતમાં આપવાનું રહેશે. તેની સાથે જ કેસની સુનાવણી કરનારી સુપ્રીમ કોર્ટની પીઠ મુદ્દાઓ પર વિચાર કરવા માટે ગુરુવારે સુપ્રીમ કોર્ટ ચેમ્બરમાં બેસશે અને સાથે તેની પર વિચાર કરશે.
શું છે મોલ્ડિંગ ઓફ રિલીફ?
મોલ્ડિંગ ઓફ રિલીફને એક રીતે સાંત્વના પુરસ્કાર પણ કહી શકાય. જ્યારે કોર્ટમાં પહોંચેલા એક કે તેથી વધુ પક્ષની તરફેણમાં ચુકાદો ન હોય ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. એટલે કે જો કેસ જીતનાર પક્ષને જમીન મળે તો બીજા પક્ષને અન્ય રીતે સહાય આપી શકાય. નોંધવા જેવી વાત એ છે કે મોલ્ડિંગ ઓફ રિલીફ માત્ર જમીન માલિકીના કિસ્સામાં જ અપાય છે. બંધારણના અનુચ્છેદ 142 અને CPCની કલમ 151 હેઠળ આ લાભ આપી શકાય. જે અંતર્ગત અતિ અપવાદરૂપ કિસ્સામાં કોર્ટ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. જો કે અયોધ્યા મામલામાં કોર્ટ મોલ્ડિંગ ઓફ રિલીફનો નિર્ણય લે તો વિવિધ પક્ષકારો સંતુષ્ઠ થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું.
CJIએ રદ કર્યો વિદેશ પ્રવાસ
ચીફ જસ્ટિસ 17 નવેમ્બરના રોજ નિવૃત્તિ લેતા પહેલા કેટલાક દક્ષિણ અમેરિકાના દેશો, મધ્ય પૂર્વ અને કેટલાક અન્ય દેશોની મુલાકાત લેવાના હતા. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશે સૂચિત વિદેશ મુલાકાતોને અંતિમ સ્વરૂપ આપ્યા પહેલા રદ કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.