અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરની ડિઝાઈન માટે તમે પણ આપી શકો છો તમારો પ્લાન

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરની ડિઝાઈન માટે તમે પણ તમારો આઈડિયા મોકલી શકો છે. તેના માટે જન્મભૂમિ તિર્થક્ષેત્રએ નિ:શુલ્ક સુચનો આમંત્રિત કર્યાં છે. અયોધ્યામાં 70 એકરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર બની રહ્યું છે.

આ સુચનો રામમંદિર સાથે જોડાયેલા પ્રોજેક્ટ સાથે સંબંધિત હોવા જોઈએ જેમ કે ધર્મ યાત્રા, અનુષ્ઠાન, સંસ્કૃતિ અને વિજ્ઞાન. આ વિશેની વધારે જાણકારી તીર્થક્ષેત્રની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

કોઈ પણ વ્યક્તિ, તજજ્ઞો, આર્કિટેક કે ડિઝાઈનર 25 નવેમ્બર 2020 સુધીમાં ઈ-મેઈલ દ્વારા પોતાનું સુચન મોકલી શકે છે. જોકે કોઈ પણ સુચનનો સ્વિકાર-અસ્વિકાર કરવા માટે ટ્રસ્ટનો અંતિમ નિર્ણય હશે.

અત્રે નોંધનીય છે કે, આ વખતે દિવાળીમાં અયોધ્યાના દિપોત્સવનો નજારો ખુબ ખાસ હશે. રામમંદિર નિર્માણ શરૂ થયાં બાદ પહેલા દિપોત્સવમાં અનેરો ઉત્સાહ જોવા મળશે.

દિપોત્સવમાં અયોધ્યાના મુખ્ય કાર્યક્રમોમાં સરયૂ તટે રામની પૌડી પર ભવ્ય દિપોત્સવ, રામ કથા પાર્કમાં રામલીલાનું મંચન અને ત્રીજું આકર્ષણ સાકેત મહાવિદ્યાલયથી નિકળતી રામાયણના પ્રસંગ આધારિત ઝાંખીઓ હશે. આ વખતે દિપોત્સવમાં રામની પૌડી પર લગભગ 6 લાખ દિવડાં પ્રગટાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.