નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 5 ઓગસ્ટે અયોધ્યા જશે. અયોધ્યામાં 5 ઓગસ્ટ ને બુઘવારે નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમમાં મોદી એકલા ભૂમિપૂજન નથી કરવાના પણ તેમની સાથે આ કાર્યક્રમના યજમાન સલિલ સિંઘલ પણ ભૂમિપૂજન કરશે. સલિલ સિંઘલ તેમનાં પત્નિ સાથે સજોડે ભૂમિપૂજનની વિધીમાં બેસશે. ભૂમિપૂજનના કાર્યક્રમમાં પણ સલિલ સિંઘલને મોદી સહિતના મહાનુભાવો સાથે મંચ પર સ્થાન અપાયું છે.
વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અશોક સિંઘલના મોટા બાઈ પ્રમોદ સિંઘલના સૌથી મોટા પુત્ર સલિલ સિંઘલને યજમાન બનાવાયા હોવાની જાહેરાત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ચંપત રાયે પોતે કરી છે. અશોક સિંઘલ રામમંદિર નિર્માણ માટેની ઝુંબેશના પ્રણેતા મનાય છે. સિંઘલે ગિરિરાદ કિશોર સાથે મળીને 1980ના દાયકામાં વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ જેવાં હિંદુવાદી સંગઠનોને સાથે રાખીને આ ઝુંબેશ સરૂ કરી હતી. તેના કારણે રામમંદિર નિર્માણ અંગે લોકોમાં જાગૃતિ આવી. સિંઘલના આ યોગદાન તરફ સન્માન બતાવવા શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થ ટ્રસ્ટે અશોક સિંઘલના પરિવારને યજમાન બનાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.