અયોઘ્યા રામમંદિર નિમાઁણ આંદોલનના નિવ કહિ શકાય એવા આ ચહેરાઓ ભુલાયા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઑગસ્ટે અયોધ્યામાં રામમંદિરની આધારશિલા રાખશે. કોરોના મહામારીના સમયમાં થઈ રહેલા આ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આખું અયોધ્યાતંત્ર અને ઉત્તર પ્રદેશ સરકાર આ કાર્યક્રમની તૈયારીમાં લાગેલાં છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.

ગત વર્ષે નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ અયોધ્યામાં રામમંદિરનિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

મંદિરનિર્માણ માટે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એક ટ્રસ્ટની રચના કરાઈ છે, જેણે પાંચ ઑગસ્ટે આધારશિલા રાખવાનો નિર્ણય લીધો છે.

આ રામમંદિર આંદોલનના અંજામ સુધી પહોંચવાનો દિવસ પણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યામાં હશે ત્યારે ભારત અને દુનિયાભરના મીડિયાના કૅમેરા તેમના પર લાગેલા હશે.

જોકે રામમંદિર આંદોલનના ઘણા એવા ચહેરાઓ પણ છે, જે આ કાર્યક્રમમાં હાજર નહીં રહે.

કારણ કે હાલ નરેન્દ્ર મોદીજ ભાજપ નો ચેહરો બની ને રહ્યા છે. જ્યારે આ ચહેરાઓના પ્રયત્નો વિના આંદોલન શક્ય ન હતું.

અશોક સિંઘલ

અશોક સિંઘલ રામમંદિર આંદોલનના અગ્રણી નેતા હતા અને ચાર વર્ષ પહેલાં જ તેમનું નિધન થયું હતું.

માનવામાં આવે છે કે સિંઘલ એ શખ્સ હતા, જેમણે અયોધ્યાવિવાદને સ્થાનિક જમીનવિવાદથી અલગ જોયો અને તેને રાષ્ટ્રીય આંદોલન બનાવાવામાં મોટી ભૂમિકા ભજવી.

લાલકૃષ્ણ અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના નાયબ વડા પ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીએ આ આંદોલને લોકો સુધી લઈ જવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.

કલ્યાણ સિંહ

6 ડિસેમ્બર, 1992માં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કલ્યાણ સિંહ હતા.

ત્યારબાદ કલ્યાણ સિંહે ભાજપથી અલગ થઈને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી બનાવી, પરંતુ તેઓ ભાજપમાં પાછા આવી ગયા.

કલ્યાણ સિંહનું નામ એ 13 લોકોમાં સામેલ હતું, જેમના પર મસ્જિદ તોડી પાડવાના ષડયંત્રનો આરોપ લાગ્યો હતો.

વિનય કટિયાર

રામમંદિર આંદોલન માટે 1984માં ‘બજરંગ દળ’ની રચના થઈ હતી અને પહેલા અધ્યક્ષ તરીકેની જવાબદારી વિનય કટિયારને સોંપવામાં આવી હતી.

સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા એક સમયે હિંદુત્વનાં ફાયર-બ્રાન્ડ નેતા હતાં.

અયોધ્યા આંદોલન દરમિયાન કથિત રીતે તેમનાં ઉગ્ર ભાષણોની ઑડિયો કૅસેટ આખા દેશમાં ફરી રહી હતી.

ઉમા ભારતી

મંદિર આંદોલન દરમિયાન મહિલાઓના ચહેરા સ્વરૂપે તેમની ઓળખાણ ઊભરી.

તેમના પર ભીડને ભડકાવવાનો આરોપ લાગ્યો, જેનો તેમણે ઇનકાર કર્યો હતો.

પ્રવીણ તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના બીજા નેતા પ્રવીણ તોગડિયા રામમંદિર આંદોલન વખતે ખૂબ સક્રિય હતા.

અશોક સિંઘલ બાદ વિશ્વ હિંદુ પરિષદની કમાન તેમને જ સોંપવામા આવી હતી.

વિષ્ણુ હરિ દાલમિયા

વિષ્ણુ હરિ દાલમિયા વિશ્વ હિંદુ પરિષદના જ વરિષ્ઠ સભ્ય હતા અને તેઓ સંગઠનમાં ઘણાં પદો પર રહ્યા.

તેઓ બાબરી મસ્જિદ પાડવાના મામલામાં સહઆરોપી હતા. 16 જાન્યુઆરી, 2019ના દિલ્હીમાં ગોલ્ફ લિંકસ્થિત તેમના નિવાસસ્થાને તેમનું નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.