ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીને જોતા પાકુડમાં જનસભાને સંબોધિત કરતા રામ મંદિર નિર્માણ પર મોટું નિવેદન આપ્યું. અમિત શાહે ભરી જનસભામાં રામ મંદિરનાં નિર્માણનો સમય પણ બતાવી દીધો. શાહે કહ્યું કે 4 મહિનાની અંદર અયોધ્યામાં રામ મંદિર બનવા જઇ રહ્યું છે. રામ મંદિરની દશકો જૂની માંગનો ઉલ્લેખ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “દરેક જણ રામ મંદિરનું નિર્માણ ઇચ્છતુ હતુ, પરંતુ કૉંગ્રેસ અને તેના વકીલ કૉર્ટમાં આની સામે રોડું બનતા રહ્યા.
શાહે કહ્યું કે, “કૉંગ્રેસનાં નેતા અને વકીલ કપિલ સિબ્બલ કૉર્ટમાં કહેતા હતા કે અત્યારે કેસ ના ચલાવો, કેમ ભાઈ? તમારા પેટમાં કેમ દુ:ખી રહ્યું છે?” કૉંગ્રેસ પર મંદિર કેસમાં રોડું બનવાનો આરોપ લગાવતા અમિત શાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો સમય પણ જણાવી દીધો. શાહે કહ્યું કે, “સુપ્રીમ કૉર્ટનો નિર્ણય આવી ગયો છે. 4 મહિનાની અંદર આકાશ આબંતુ પ્રભુ રામનું મંદિર અયોધ્યામાં બનવા જઇ રહ્યું છે.”
આ ઉપરાંત રેલીમાં અમિત શાહે કહ્યું કે, “આ ભૂમિ વીરોની છે અને સૌથી પહેલા અંગ્રેજોને દેશ છોડવાની ચેતવણી આપી તો આ ભૂમિએ આપી હતી. સંથાલ હૂલની લડાઈમાં અંગ્રેજો સામે લડતા લડતા અહીંનાં આદિવાસીઓએ બલિદાન આપ્યું અને અંગ્રેજોનાં દાંત ખાટા કરવાનું કામ કર્યું.” સાથે જ તેમણે મીર જાફરનાં કૃત્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના જેવો કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને ના આવી જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.