અયોધ્યાને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવાશે, કેન્દ્ર સરકાર એક લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરશે

રામ મંદિરના નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની સાથે સમગ્ર અયોધ્યાનું રુપ પણ ભવ્ય થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર તીર્થનગરી અયોધ્યાના કાયાપલટ માટે એક લાખ કરોડ રુપિયા ખર્ચ કરવા જઇ રહી છે. સરકાર અયોધ્યાને ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માંગે છે. દુનિયાના અન્ય જે સૌથી મોટા તીર્થસ્થાનો છે, તેની હરોળમાં અયોધ્યાને લાવવામાં આવશે. એક તરફ ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ થશે, તો બીજી તરફ અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ સુવિધા ઉભી કરવામાં આવશે. રેલવે, રોડ અને હવાઇ માર્ગોથી અયોધ્યાની કનેક્ટિવિટી વધારવામાં આવશે. જો બહારથી કોઇ અયોધ્યામાં આવે તો તેને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે રીતે તમામ સુવિધાઓ ઉભી કરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ઇચ્છે છે કે આવનારા પાંચ વર્ષમાં દુનિયાને અયોધ્યાનું એવું સ્વરુપ જોવા મળે કે તેનો સમાવેશ દુનિયાના મોસ્ટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં થઇ શકે. સરકારે અયોધ્યા તેમજ તેમની આસપાસના વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. અયોધ્યામાં ફાઇવ સ્ટાર હોટલ ખોલવા માટે એક બિઝનેસ ગૃપ સાથે વાતચીત પણ ચાલી રહી છે. આ સિવાય સુવિધાઓથી સંપન્ન ધર્મશાળાઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય અયોધ્યાની સુરક્ષા માટે પણ પુરતી તૈયારીઓ કરવામાં આવશે.

રામ મંદિરની આસપાસ આવેલા જૂના અને જીર્ણ મંદિરોમાં સ્થાપિત કરાયેલા દેવી દેવતાઓની મૂર્તિઓને પણ રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય આસપાસના મંદિરોને પણ નવા બનાવાશે. અયોધ્યામાં વિકાસની ઝડપને જોઇને શહેર અને આસપાસના વિસ્તારમાં જમીનના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. આવનારા દિવસોમાં અયોધ્યા મોટું તીર્થસ્થાન બનવા જઇ રહ્યું છે, જેના કારણે જમીનના ભાવોમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.