નવી દિલ્હી: અયોધ્યા વિવાદમાં શુક્રવારે નવો વળાંક આવ્યો. મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત નિવેદન દાખલ કરી જણાવ્યું કે વિવાદિત જમીન પરનો દાવો તેમણે છોડ્યો નથી. સુન્ની વકફ બોર્ડ દ્વ્રારા દાવો છોડવાની ખબર અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યો અને કહ્યું કે વકફ બોર્ડની સમજૂતીની ઓફર પાયાવિહોણી છે સાથે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ દ્વ્રારા નિયુક્ત મધ્યસ્થતા સમિતિનો સેટલમેન્ટ રિપોર્ટ તેમને મંજૂર નથી.મુખ્ય હિન્દુ પક્ષકાર રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડાએ પહેલાં જ મધ્યસ્થતાની પ્રક્રિયામાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. 17 નવેમ્બો આ મામલે ચુકાદો આવવાની સંભાવના છે.
દાવો- જાણીજોઇને દાવો પાછો ખેંચવાનો રિપોર્ટ લીક કરાયો
મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે સુન્ની બોર્ડ દાવો પાછો ખેંચવા અંગેના ન્યૂઝ જાણીજોઇને સુનાવણીના છેલ્લા દિવસે લીક કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મધ્યસ્થતા સમિતિ, નિર્વાણી અખાડા કે મધ્યસ્થતા પેનલમાં સામેલ કોઇ પક્ષે આ વાત લીક કરી છે.
સેટલમેન્ટ રિપોર્ટ ફગાવવાના 3 કારણ મુસ્લિમ પક્ષે ગણાવ્યા
- મધ્યસ્થતા માટે હાલમાં થયેલા પ્રયાસોમાં તમામ પક્ષકારોના પ્રતિનિધિ સામેલ ન હતા.
- સુન્ની બોર્ડ દ્વ્રારા દાવો છોડવાની વાત લીક કરવી સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના છે.
- ચુકાદો અનામત રાખવાના દિવસે રિપોર્ટ લીક કરવો દેખાડે છે કે આ સમજી વિચારીને લેવાયેલું પગલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.