અયોધ્યા કેસ: ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું, આંતરિક મામલામાં ના આપે બિનજરૂરી નિવેદન

ભારતે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર પાકિસ્તાનની પ્રતિક્રિયાને બિનજરૂરી ગણાવતા ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો સિવિલ મેટર પર ચુકાદો સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, “અમે સિવિલ મેટર પર સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર પાકિસ્તાનની અનુચિત અને નિરાધાર નિવેદનને ફગાવી દઇએ છીએ, જે સિવિલ મેટર ભારતનો આંતરિક મુદ્દો છે.”

મંત્રાલયલે કહ્યું કે, “આ કાયદાનાં નિયમો અને તમામ ધર્મોનાં સમાન આદર પર આધારિત છે. આ અવધારણા તેમના (પાકિસ્તાન) ચરિત્રનો ભાગ નથી. આ કારણે પાકિસ્તાનની સમજની ઉણપ આશ્ચર્યની વાત નથી. આ કારણે નફરત ફેલાવવાનાં ઇરાદાથી અમારા આંતરિક મુદ્દામાં પાકિસ્તાન દ્વારા તર્કહીન નિવેદન આપવાની અમે નિંદા કરીએ છીએ.”

અયોધ્યા ચુકાદા પર પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કરતારપુર કોરિડોર ખોલવાનાં દિવેસ અયોધ્યા મામલે આવેલા ચુકાદા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે તેઓ આ પ્રકારનાં ખુશીનાં અવસર પર દર્શાવેલી અસંવેદનશીલતાથી અત્યંત દુ:ખી છે. કુરૈશીએ કહ્યું કે, “શું આને થોડાક દિવસ ટાળી નહોતુ શકાતુ?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.