અયોધ્યા કેસનો ચુકાદો આખરે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે રામલલાનો દાવો યથાવત રાખ્યો છે. મુસ્લિમોને અન્ય જગ્યા પર જમીન આપવાનો સરકરને આદેશ આપ્યો છે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અન્યત્ર આપવા સરકારને આદેશ કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 3 મહિનાની અંદર રામ મંદિર નિર્માણનો એક્શન પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે.
ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ASI એ સ્થાપિત કરી શકયું નથી કે મસ્જિદનું નિર્માણ મંદિરને ધ્વસ્ત કરીને કરાયુ હતું. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. ASIના નિષ્કર્ષોથી સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ઢાંચાની નીચે મંદિર હતુ. હિન્દુઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા વૈયક્તિક વિશ્વાસનો વિષય છે. હિન્દુઓની આસ્થા અને તેમનો એ વિશ્વાસ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ નિર્વિવાદ છે.
સુપ્રીમે કહ્યું હતું કે, એ વાતના પુરાવા છે કે અંગ્રેજો આવ્યા તે પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઇની હિન્દુ પૂજા કરતા હતા. રેકોર્ડ્સના પુરાવા બતાવે છે કે વિવાદાસ્પદ જમીનના બહારના ભાગમાં હિન્દુઓનો કબ્જો હતો.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કેસનો ચુકાદો ASIના પરિણામોના આધાર પર થઇ શકે નહીં. જમીન પર માલિકી હકનો ચુકાદો કાયદાના હિસાબથી થવો જોઇએ. સીજેઆઇ રંજન ગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શંકાથી પર છે અને તેના અભ્યાસને નજરઅંદાજ કરી શકાય નહીં. સુનાવણી હાથ ધરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ કર્યો હતો અને રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.