જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, જેઓ શનિવારનાં અયોધ્યા વિવાદ મામલે ઐતિહાસિક નિર્ણય સંભળાવનારી સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની સંવૈધાનિક બેંચનાં એકમાત્ર મુસ્લિમ જજ હતા, તેઓ ધર્મથી જોડાયેલા મામલે સુપ્રીમ કોર્ટનાં સૌથી વધારે માંગમાં રહેતા જજ માનવામાં આવે છે.
જસ્ટિસ નઝીર ટ્રિપલ તલાક મામલે બનાવવામાં આવેલી 5 સભ્યોની બેચમાં સામેલ હતા અને તેમણે આ મામલે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરની સાથે અલ્પમત નિર્ણય લીધો હતો. આ મામલે 3:2થી આપવામાં આવેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમોની વચ્ચે પ્રચલિત 1,400 વર્ષ જૂની ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર અને અસંવૈધાનિક ગણાવી હતી. જ્યારે અયોધ્યાનાં ચુકાદામાં આ જજ, જેમને કર્ણાટક હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા, તેઓ મુસ્લિમ પક્ષકારોનાં તર્કથી સહમત નહોતા. આવામાં તેમણે સર્વમતથી આપેલા આ ચુકાદાનો ભાગ બન્યા કે વિવાદિત 2.77 એકર જમીનનો અધિકાર રામલલાને આપવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.