અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. ગુજરાત પોલીસની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ કરાયો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ સંદેશ ન્યૂઝ પર લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યું છે.
અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કાર્યકરોને અપીલ કરાઈ છે કે, વર્ષોથી આપણે સૌ રામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.
રામમંદિર માટે સુપ્રિમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને સ્વીકારવાનો રહેશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. વર્ષો પછી રાહ જોયાં પછી રામજન્મભૂમિ ચુકાદો આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ, સદભાવનાપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાનો સહયોગ આપે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ સાથે એકતા, સમરસતાનાં વાતાવરણને જાળવવાં સહભાગી બનીએ. ગુજરાતે હમેશાં શાંતિ, એકતા, વિકાસનીસાથે રહ્યું છે અને રહેશે તેવો વિશ્વાસ શ્રી વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.