અયોધ્યા ચુકાદાથી કોમી એખલાસનો ભંગ ન થવો જોઈએઃ શરદ પવાર

અયોધ્યા વિખવાદ અંગે ચુકાદો આપવાની સુપ્રીમ કોર્ટ તૈયારી કરી રહી છે ત્યારે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે જણાવ્યું છે કે ચુકાદો આવતાં જ દેશમાં કોમી એખલાસ ભંગ કરવાનો કેટલાક પરિબળો પ્રયાસ કરે એવી શક્યતા છે અને આથી અદાલતે આવું ન બને એ માટે પર્યાપ્ત  પ્રયાસ કરવા જોઈએ.

શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ  બનાવતાં જણાવ્યું હતું કે  વડા પ્રધાન તેમના દેશવાસીોને ‘ડૂબ મરો’ એવું કહેતા હોય એવું મેં કદી સાંભળ્યું નથી. 

બેલાર્ડ એસ્ટેટમાં  આવેલા એનસીપીના મુખ્ય  મથકે  વિધાનમંડળમાં પક્ષના નેતાની પસંદગી માટે પક્ષના વિધાનસભ્યોની મળેલી બેઠકને શરદ પવારે સંબોધી હતી.

રાજ્ય વિધાનસભામાં ૫૪ બેઠકો પર વિજય મેળવીને એનસીપી સૌથી મોટા વિપક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. તેના સાથી પક્ષ કોંગ્રેસે ૪૪ બેઠકો મેળવી છે વિધાનસભ્યોએ અજીત પવારને વિધાનમંડળના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છ

અયોધ્યા વિવાદનો ચુકાદો  થોડા સમયમાં  જ આવે એવી શક્યતા છે. આ પણ બન્ને પક્ષો માટે  શ્રદ્ધા-વિશ્વાસની બાબત છે કોર્ટનો ચુકાદો અમે સ્વીકારીશું એવું લોકોએ કહી જ દીધું છે, પણ મને ચિંતા છે કે ચુકાદા પછી કેટલાક પરિબળો દેશની કોમી સંવાદિતામાં ભંગ પાડે એવી શક્યતા છે. કોર્ટે  જોવું જોઈએ કે ભાઈચારા અને કોમી એખલાસને  આંચ  નહીં આવવી જોઈએ.  આવું નહીં બને એ માટે  આપણે બધાએ પ્રાર્થના અને કામ કરવું જોઈએ, એમ પવારે પક્ષના વિધાનસભ્યોને સંબોધતાં જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.