મુંબઈઃ સુપ્રીમ કોર્ટ આગામી મહિને અયોધ્યા ભૂમિ વિવાદ અંગે પોતાનો ચૂકાદો આપી શકે છે ત્યારે NCP વડા શરદ પવારે બુધવારે કહ્યું હતું કે કેટલીક શક્તિઓ સ્થિતિનો લાભલેવા અને સમુદાય વચ્ચે તિરાડ ઉભી કરવા પ્રયત્નશીલ છે. જોકે, તેમણે આ શક્તિઓ કઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.પવારે પક્ષના ધારાસભ્યોની બેઠકમાં આ વાત કહી હતી. દરમિયાન બારામતીના ધારાસભ્ય અજીત પવારની ધારાસભ્યો દ્વારા નેતા તરીકે પસંદગી કરી લેવામાં આવી હતી. પવારેકહ્યું હતું કે રામ જન્મભૂમિ એક મોટા વર્ગની આસ્થાનો વિષય છે.
બીજીબાજુ વર્ષ 1992 માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ થયેલા કોમી તોફાનોની પૃષ્ઠભૂમિને જોતા લઘુમતીસમુદાયમાં તેને લઈ એક અલગ પ્રકારની ભાવના છે. હું તેમની ભાવનાઓને સમજી શકું છું. કોર્ટનો જે પણ ચૂકાદો હોય તે સ્વીકાર કરવામાં આવશે. ચૂકાદો ગમે તે આવે પણસમાજમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં 14 એપ્રિલના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી.અયોધ્યા ભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે 16મી ઓક્ટોબરના રોજ પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.
વર્ષ 2010 માં અલાહબાદ હાઈકોર્ટના ચૂકાદા સામે સૂપ્રીમ કોર્ટમાં 14મી એપ્રિલનારોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી. અલાહબાદ હાઈકોર્ટે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખતા કહ્યું હતું કે અયોધ્યાની 2.77 એકર ક્ષેત્રને ત્રણ હિસ્સામાં સમાન રીતે વહેચવામાંઆવે. એક હિસ્સો સુન્ની વક્ફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલા બિરાજમાનને મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.