દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ayodhya Ram Mandir) બની રહ્યું છે અને ત્યાંથી થોડાંક જ અંતરે એક ભવ્ય મસ્જિદ બનાવવામાં આવી રહી છે.
આ બંને ઇમારતો આવનારી પેઢીને શાંતિ અને પ્રેમની અનુભૂતિનો અહેસાસ કરાવશે. સામાન્ય રીતે જ્યારે પણ આપણા મનમાં મંદિર- મસ્જિદનો ઉલ્લેખ આવે છે ત્યારે આંખો સામે એક તસવીર ચોક્કસપણે બની જાય છે. જેમાં મસ્જિદની ઉપર કેટલાક મિનારા, ગુંબજ હોય છે, મસ્જિદની ઉપર સાઉન્ડ લાગેલું હોય છે. પરંતુ અયોધ્યાની ધન્નીપુર મસ્જિદ એવી બિલકુલ નહીં હોય
જમીનમાં 200 થી 300 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગના પ્રોફેસર એસ.એમ.અખ્તર દ્વારા મસ્જિદની ડિઝાઇન કરવામાં આવી છે. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મસ્જિદનું નામ કોઇ બાદશાહના નામ પરથી લેવામાં આવશે નહીં.
અતહર હુસેને કહ્યું કે આધુનિક ડિઝાઇનની આ મસ્જિદમાં બાબરી બંધારણની કોઈ ઝલક સુદ્ધાં જોવા મળશે નહીં. ધન્નીપુર ગામના ગ્રામ પ્રધાન રાકેશકુમાર યાદવે જણાવ્યું કે આ વિસ્તાર એક મોટું ધાર્મિક પર્યટન કેન્દ્ર બનશે. આ ક્ષેત્રનો વિકાસ થશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.