અસલી અયોધ્યા મુદ્દે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે નેપાળના વિદેશમંત્રી તેનાથી બે ડગલાં આગળ નિકળી ગયા છે. એક તરફ નેપાળના વિદેશ મંત્રાલયે ઓલીના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી જે બાદ હવે વિદેશમંત્રી પ્રદીપ જ્ઞવાલીએ દાવો કર્યો છે કે, રામાયણ પર રિસર્ચ બાદ ઈતિહાસ બદલી જશે. તેમણે કહ્યું કે, હજુ સુધી આપણે માત્ર વિશ્વાસના આધાર પર જ દરેક વાતો માનતા હતા.
એક ઈન્ટરવ્યૂમાં જ્ઞવાલીએ કહ્યું કે, આપણને તે જ જણાવવામાં આવ્યું છે કે સીતાનો જન્મ જનકપુરમાં થયો અને રામનો જન્મ અયોધ્યામાં થયો પરંતુ જે દિવસથી અધ્યયથી નવા તથ્યો મળી જશે, રામાયણનો ઈતિહાસ બદલી જશે. જે રીતે બુદ્ધને લઈને લેખિત ઈતિહાસ છે. તેવું રામાયણ સાથે નથી.
તેમણે કહ્યું, રામાયણ સભ્યતાની પુરાતત્વિક અધ્યયનની પુષ્ટિ માટે હજુ પુરતુ પ્રમાણ નથી. રામાયણમાં વર્ણિત સ્થાનોને લઈને બંન્ને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તેના સાંસ્કૃતિક ભુગોળને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.
ઉલ્લેખનિય છે કે, નેપાળના વડાપ્રધાન ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે, વાસ્તવિક અયોધ્યા નેપાળમાં છે, ભારતમાં નથી. ભગવાન રામનો જન્મ દક્ષિણ નેપાળના થોરીમાં થયો હતો. નેપાળ સાંસ્કૃતિક અતિક્રમણનો શિકાર થયું છે અને તેના ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે.
ઓલીના આ નિવેદન બાદ નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાને જે નિવેદન આપ્યું તેના દ્વારા તેઓ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા નહોતા માંગતા અને ના તો તેમનો હેતુ કોઈની ભાવનાને ઠેસ પહોંચાવાનો છે. જો કે આ સ્પષ્ટતા બાદ નેપાળના વિદેશમંત્રીએ આ નિવેદન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.