અયોધ્યામાં રામ મંદિર નિર્માણ દરમિયાન મળી આવી મૂર્તિઓ, હિન્દૂ તાલિબન કહેનારાને મળ્યો મુંહતોડ જવાબ

અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસર નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. રામજન્મભૂમિ પરિસરમાં શિલા તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે કેટલીક જૂની મૂર્તિ, સ્તંભ અને શિવલિંગ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચમ્પત રાયે જણાવ્યુ કે, કેટલાક કાટમાળ હટાવ્યા બાદ કેટલીક મૂર્તિઓ મળી આવી છે.

આ મૂર્તીઓમાં દેવી-દેવતા, પુષ્પ, કળશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાત બ્લેક ટચ પથ્થરના સ્તંભ, આઠ રેડ સેંન્ડના સ્તંભ અને નકાશીયુક્ત શિવલિંગ મળ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, રામ જન્મભૂમિ પરિસરમાં 11મેથી પથ્થરની કોતરણી શરૂ કરવામાં આવી છે. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી જેસીબી, ક્રેન, ટ્રેક્ટર સાથે 10 મજૂરોની ટીમ દ્વારા પથ્થરની કોતરણી કરવામાં આવી છે.

હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ચર્ચા વખતે અમારા પર મુસ્લિમ પક્ષે હિન્દુ તાલિબાન હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ત્યાં મંદિરના કોઈ પુરાવા નથી. જૂની મૂર્તિઓનું મળવુ તેમના આ આરોપોનો એક જવાબ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સુપ્રીમ કોર્ટને અમે જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ પરિસરમાં ઘણા મંદિરોના અવશેષ છે એક શિવલિંગ એએસઆઈને પહેલા પણ મળ્યું હતું. જ્યારે પહેલા ખોદકામ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાં ભવ્ય મંદિર હતું. માટે જ સુપ્રીમ કોર્ટે અમને ત્યાં જ જગ્યા આપી દીધી.’

હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે, એએસઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું ગતું કે ત્યાં ઘણા બધા મંદિરના અવશેષ છે. બાબરી મઝિદની વચ્ચે રામ મંદિરનું ખૂબ મોટુ સ્ટ્રક્ચર હતું. આજે મળેલી જૂની મુર્તિઓ આ વાતનો પુરાવો છે કે અમે સુપ્રીમ કોર્ટ સામે જે તર્ક મુક્યો હતો તે કેટલો મજબૂત હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.