આયુર્વેદના ડોકટરોને સર્જરીની છુટના મુદ્દે ડોકટર સંગઠનોની સુપ્રીમ કોર્ટમાં રાવ

– સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસીન્સ દ્વારા પોસ્ટ ગ્રેજયુએટ આયુર્વેદને ઓપરેશન કરવાની મંજૂરી અપાઇ હતી

આયુર્વેદની વિશેષ પ્રવાહના પોસ્ટ ગ્રેજ્યુએેટને  જનરલ સર્જરીની પ્રક્રિયા કરવા તાલીમ આપવા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસીન્સ (સીસીઆઇએમ)દ્વારા અપાયેલા મંજૂરીને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

સીસીઆઇએમને આધુનિક મેડિસીન્સને પોતાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની કોઇ જ સત્તા નથી અને  પોસ્ટ ગ્રેજ્યુએટ ઓયુર્વેદ  સર્જરી કરવાના ઠરાવને રદ કરવા આૃથવા તેને ફગાવી દેવા શનિવાર આ પીટીશન ફાઇલ કરાઇ હતી’એમ આઇએમએના પ્રમુખ ડો.રાજન શર્માએ કહ્યું હતું.

કેન્દ્ર સરકારે  ગેઝેટ નોટિફિકેશનમાં સુધારો કરી આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટને  ઓર્થોપેડિક,ઓપૃથોમોલોજી,આએનટી અને ડેન્ટલ સહિત વિવિધ પ્રકારની જનરલ સર્જરી કરવા અને મેડિકલ  પ્રોસિજર કરવાની પરવાનગી આપી હતી.સીસીઆઇએમ એ નવેમ્બરમાં આની જાહેરાત કરી હતી.નવા સુધારાથી આયુર્વેદનો કોઇપણ પોસ્ટ ગ્રેજ્યુએટ સર્જરીની પ્રક્રિયામાં સામેલ થઇ વિિધવત તાલીમ લઇ શકશે.

સર્જીકલ પ્રોસીજર માટે તોલીમનો પ્રકાર આયુર્વેદના અભ્યાસક્રમમાં દાખલ કરાશે. હવે પછી ઓયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ પણ સર્જરી કરી શકે તે મતલબના સુધારાને સામેલ કરવા ઇન્ડિયન મેડિસીન્સ સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન,2016માં સુધારો કરાયો હતો.

કેન્દ્ર સરકારના આ નિર્ણયની અનેક ડોકટર સંગઠનોએ ટીકા કરી હતી. આખા દેશમાં ડોકટરોએ અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. સરકાર હોસ્પિટલના ડોકટરો સહિત લાખો ડોકટરોએ રસ્તા પર ઉતરીને તેમજ ધરણા કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.