આયુર્વેદ દિવસ પર PM મોદીએ રાજસ્થાન અને ગુજરાતમાં બે મોટી આયુર્વેદ સંસ્થાઓનું કર્યુ લોકાર્પણ

– જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો
– આયુર્વેદમાં તજજ્ઞ તૈયાર કરવામાં રહશે સરળતા
– CM રૂપાણીએ આ અવસરે પીએમ મોદીનો આભાર વ્યકત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આયુર્વેદ દિવસ પર દેશને બે આયુર્વેદ સંસ્થા સમર્પિત કરી છે. આયુર્વેદ દિવસ પર PM મોદીએ રાજસ્થાન અને ગુજરાતમાં બે મોટી આયુર્વેદ સંસ્થાઓનું વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે.

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર અને શિક્ષણને જરૂરી વેગ મળશે. આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપતા હવે વૈશ્વિક ઓળખ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇન્સટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ એટલે કે ઇત્ર નામની સંસ્થાનુ લોકાર્પણ કર્યુ છે. દેશની પ્રથમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા શરૂ થવાથી આયુર્વેદમાં ઔષધ નિર્માણ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞ તૈયાર કરવામાં સરળતા  રહશે.

‘કોરોના મહામારીમાં WHOની કામગીરી મહત્વની છે. આજે WHOએ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, પારંપારિક દવાઓ પર રિસર્ચને સશક્ત કરવા માટે ભારતમાં પારંપારિક ચિકિત્સા પર WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપના કરી રહ્યું છે. આ સંસ્થાની મદદથી જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માંગ વધી છે. જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર શરૂ થશે.’ આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અવસરે પીએમ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. નોંધનીય છે કે આર્યુવેદને ઉચ્ચ કક્ષાએ નવો વેગ મળશે. ત્યારે બીજી તરફ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન, રાજ્યપાલ, ડે સીએ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી દ્વારા આર્યુવેદ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાનો દરરજો પ્રાપ્ત થયો.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો આપવા માટેનો વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવ જામનગરના એક દિવસના મહેમાન બન્યાં છે.

વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કક્ષાનો દરજ્જો આપવામાં આવતા જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો મળતા આયુર્વેદિક યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિને વધુ વેગ મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.