આયુષ્યમાન ભારત યોજના લાગુ નહીં કરવા બદલ દિલ્હી સહિત ચાર રાજ્યોને સુપ્રીમની નોટિસ

સુપ્રીમ કોર્ટે દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગણાની સરકારને નોટિસ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલી આયુષ્યમાન ભારત યોજનાને પોતાના રાજ્યમાં લાગુ ના કરવા બદલ સુપ્રીમે રાજ્ય સરકારને નોટિસ મોકલી છે. એક અરજીની સુનવણી કરતા સમયે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. જે વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી છે, તેણે જણાવ્યું છે કે આ રાજ્યોમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ યોજનાનો લાભ લોકોને મળતો નથી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશના કેટલાક રાજ્યોની સરકારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ યોજનાને લાગુ નથી કરી. જેના કારણે આ રાજ્યોના ગરીબ લોકોને સ્વાસ્થ્ય સંબંધી પાંચ લાખ રુપિયાના લાભથી વંચિત રહેવું પડે છે. આ અરજીની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચારેય રાજ્ય સરકારોને નોટિસઆપી છે અને આ યોજના કેમ લાગુ નથી કરી તે અંગે જવાબ પણ માંગ્યો છે.

આયુષ્યમાન યોજના લાગુ ના કરનારા રાજ્યોમાં રાજધાની દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગણાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસાથ્ય વીમા યોજના છે. જે અંતર્ગત દેશના ગરીબ અને મધ્યમવ્ગીય લોકોને પાંચ લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.