આઝાદીને 75 વર્ષ પૂરા થવાના અવસરે રાજ્યમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે યોજાયેલી ઐતિહાસિક દાંડી-યાત્રા તા.12 માર્ચના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ, વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરી તા.28મી માર્ચેના રોજ સાંજે 6.00 વાગે ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પ્રવેશ કરશે.
તા.28મી માર્ચેના રોજ સાંજે 6.00 વાગે ઉમરાછી ગામમાં દાંડી યાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર, પદાધિકારીઓ તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ સાંજે 7:00થી 8:00 કલાક દરમિયાન ગામના રાજપૂત ફળિયુંના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ભાટગામ ખાતે સાંજે 7.00 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દાંડી-યાત્રીઓ રાત્રી રોકાણ ભાટગામે કરશે.
બપોરે 11.00 કલાકે પ્રાથમિક શાળા સાંધિયેર ખાતે પદયાત્રીઓનું આગમન સ્વાગત કરાશે. સાંજે 6.00 કલાકે દેલાડ ગામે સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાત્રી રોકાણ સાયણ ગામે કરશે.
તા.1લી એપ્રિલના રોજ સવારે સાયણથી નીકળી 11.00 વાગે છાપરાભાઠા પહોચશે જયાં નગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. આ જ ગામે સાંજે 7.00 વાગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાત્રી રોકાણ કરશે.
તા.2 એપ્રિલના રોજ વહેલી સવારે છાપરાભાઠાથી નીકળી 11.00 વાગે ડિંડોલી પ્રામથિક શાળા ક્રમાંક 257 ખાતે ભવ્ય સ્વાગત કરાશે. યાત્રા ડિડોલીથી સાંજે 4.00 વાગે નીકળી 6.00 વાગે વાંઝ ગામે આવી પહોચશે જયાં ભવ્ય સ્વાગત કરાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.