આજથી બે દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર થવાનો છે. ત્યારે રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાષ્ટ્રની વ્યાખ્યાથી માંડીને સનાતન ધર્મની વ્યાખ્યા પણ આપી હતી.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રનો મતલબ જ્યાં રામના નામ પર નીકળેલી યાત્રા પર પથ્થરમારો કરવામાં ના આવે. અને રામાયણ ફાડવામાં ન આવે. જ્યાં ધર્મના નામ પર ઝઘડાઓ ન કરવામાં આવે. જ્યાં મુસ્લિમો પણ શાંતિપૂર્વક રીતે રહી શકે તે સ્થળને હિન્દુ રાષ્ટ્ર કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.