કોરોનાની સારવાર માટે 100 ટકા અસરકારક દવા બનાવી હોવાનો દાવો કર્યા બાદ યોગ ગુરુ બાબા રામદેવ ચર્ચાના કેન્દ્રમાં છે. કોરોનીલ નામની આ દવા લોન્ચ કર્યા બાદ તેમના ટીકાકારો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.કારણકે આ દવા લોન્ચ કરવા માટે તેમણે આયુષ મંત્રાલયની મંજૂરી પણ નહોતી લીધી .
હવે બાબા રામદેવ પર જયપુરમાં કોરોનિલ દવાનો ભ્રામક પ્રચાર કરવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.જેમાં બાબા રામદેવની સાથે બીજા ચાર લોકો પર આરોપ મુકાયા છે.આ ચાર લોકોમાં રામદેવના શિષ્ય આચાર્ય બાલકૃષ્ણ, વૈજ્ઞાનિક અનુરાગ વાર્ષ્ણેય, નિમ્સના અધ્યક્ષ ડો.બલબીર સિંહ અને નિર્દેશક ડો.અનુરાગ તોમરનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં કહેવાયુ છે કે, બોગસ દવા બનાવીને અબજો રુપિયા કમાવવાના ઈરાદે કોરોનિલ દવા બનાવવામાં આવી છે.આ પહેલા જયપુરમાં જ એક ડોક્ટર બાબા રામદેવ પર આ દવાના નામ પર લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપ સાથે ફરિયાદ કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.