બાબા રામદેવનો કોરોનાની દવા શોધ્યાનો દાવો : સરકાર લાલઘૂમ

કોરોના વાઈરસના પ્રકોપથી સમગ્ર દુનિયા પરેશાન છે. હજી સુધી કોઈપણ તેની રસી અને દવા શોધી શક્યું નથી એવામાં મંગળવારે પતંજલી આયુર્વેદના વડા અને યોગગુરૂ બાબા રામદેવે કોરોના વાઈરસથી બચવા માટે ‘કોરોનિલ’ નામની દવા લોન્ચ કરતાં દાવો કર્યો કે તેનાથી કોરોનાના દર્દી 100 ટકા સાજા થઈ જાય છે. તેમના આ દાવાથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી.

જોકે, સાંજ સુધીમાં જ આયુષ મંત્રાલયે પતંજલિને આ દવાનો પ્રચાર અને પ્રસાર રોકવા માટે નિર્દેશ આપ્યા હતા. આયુષ મંત્રાલયે પતંજલિના દાવાઓની ચકાસણી ન થાય ત્યાં સુધી 1954ના કાયદા હેઠળ કોરોનાની દવાનો દાવો કરતી પતંજલિની જાહેરાતો અને પ્રચાર સામગ્રી અટકાવી દેવા આદેશ આપ્યો હતો.

પતંજલિની કોરોના ટેબલેટની બાબતમાં આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દાવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસ વગેરેની તેની પાસે કોઈ માહિતી નથી. હકીકતમાં આયુષ મંત્રાલય આયુર્વેદિક દવા, ઔષધી વગેરે બાબતો પર સંશોધન કરે છે.

કોરોનાની મહામારી માટે દવા બનાવવા કંપનીઓએ મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડે છે. આયુષ મત્રાલયે પતંજલિ ગૂ્રપને કહ્યું કે જ્યાં સુધી તેના દાવાનું પરિક્ષણ થાય ત્યાં સુધી આ દવાનો પ્રચાર-પ્રસાર ન કરે.

સાથે જ ઉત્તરાખંડ સરકારની સંબંિધત લાઈસન્સિંગ ઓથોરિટી પાસેથી આ ઉત્પાદનની મંજૂરીની નકલ પણ માગી છે. બાબા રામદેવે મંગળવારે સવારે કોરોનાની આયુર્વેદિક દવા બનાવી હોવાનો દાવો કરતાં કહ્યું કે, તેઓ કોરોનિલ નામની દવા લોન્ચ કરી રહ્યા છે. આ દવા મારફત કોરોનાના દર્દીઓ સાજા થઈ શકશે. તેમણે ઉમેર્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં તેના 100 ટકા સફળ પરિણામો મળ્યા છે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે કોરોનિલમાં ગિલોય, તુલસી અને અશ્વગંધા આપણી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. આ સિવાય અણુ તેલ

નાકમાં નાંખવાથી આપણી શ્વાસોચ્છ્વાસની સિસ્ટમમાં કોઈ વાઈરસ હોય તો તેનો નાશ થાય છે. સાથે જ શ્વસારી આપણી શ્વાસોચ્છ્વાસની સિસ્ટમને મજબૂત કરે છે.

બાબા રામદેવે ઉમેર્યું કે આ દવા પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ અને જયપુર સિૃથત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સે સાથે મળીને બનવાી છે. કંપનીનો દાવો છે કે કોરોનિલનું ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.