બાબા રામદેવની કંપની રૂચી સોયાનો FPO 24 માર્ચે ખુલી ગયો છે અને પહેલાં દિવસે 15 ટકા ભરાયો છે. મતલબ કે એક દિવસમાં કુલ 71.12 લાખ શેર માટે બિડ મળી છે,જયારે કંપની 4.89 કરોડ શેર ઇશ્યૂ કરવાની છે. આ FPOમાં રોકાણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 21 શેર ભરવા પડશે. પ્રાઇસ બેન્ડના ઉંચા ભાવ મુજબ તમારે ઓછામાં ઓછું 13,650 રૂપિયા રોકાણ કરવું પડશે.અને એ પછી 21ના ગુણાંકમાં તમે વધારે શેર માટે અરજી કરી શકો છો. 28 માર્ચે આ FPO બંધ થવાનો છે.
FPOના પહેલાં દિવસે રિટેલ ઇન્વેસ્ટર્સનો કોટા 26 ટકા ભરાયો છે. જો કે કંપનીના કર્મચારીઓઅ ભારે ઉત્સાહ દાખવ્યો છે અને કર્મચારીઓનો કોટા 2.59 ગણો ભરાઇ ગયો છે અને ક્વોલિફાઇડ ઇન્સ્ટીટયૂશન બાયર્સ કોટા 1 ટકા અને નોન ઇન્સ્ટીટયૂશનલનો કોટા ટકા ભરાયો છે.
રૂચી સોયા FPO દ્રારા કુલ 4300 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની છે. એમાંથી કંપનીએ 1290 કરોડ રૂપિયા એંકર ઇન્વેસ્ટર્સ પાસેથી ભેગા કરી લીધા છે.કંપનીએ શેરનો પ્રાઇસ બેન્ડ 615-650 રૂપિયા નક્કી કર્યો છે અને અત્યારે શેરબજારમાં રૂચી સોયાનો ભાવ 875 રૂપિયા ચાલી રહ્યો છે. અને એટલે આમ જોવા જઇએ તો માર્કેટ પ્રાઇસથી 26 ટકા ડિસ્કાઉન્ટે શેર ઓફર થઇ રહ્યો છે.
શેયર ઇન્ડિયાના રિસર્ચ હેડ રવિ સિંહે આ FPOમાં રોકાણ કરવાની સલાહ આપી છે.અને તેમનું કહેવું છે કે કંપનીની નાણાકીય સ્થિતિ થોડી કમજોર છે, પરંતુ તેના સ્ટ્રોંગ બેસ અને બેકગ્રાઉન્ડ જોતા રોકાણ કરવા જેવું લાગે છે. કંપનીના પ્રોડક્ટસની બજારમાં સારી માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.