દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની, આજે છે 130મી જન્મજયંતિ

દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હું આંબેડકર જયંતિ નિમિત્તે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને માથું નમાવીને વંદન કરૂ છું.

ઉલ્લેખનીય છે કે ડૉ. બીઆર આંબેડકરની જયંતીના દિવસે જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. તેમણે દેશમાંથી જાતિ પ્રથાને ખતમ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.