બાબરી વિધ્વંસ કેસ: લગભગ 3 દાયકા બાદ 2000 પેજનો આજે ચુકાદો

આજે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો ચૂકાદો આવશે. તમામની નજર આજે ચૂકાદા પર છે. લખનૌની સ્પે CBI કોર્ટ ચૂકાદો સંભળાવશે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના અનેક લોકો આરોપી છે.

6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું હતુ. આ મામલે લખનૌની CBI અદાલત પોતાનો ચૂકાદો સંભળાવશે.

આ મામલામાં ભાજપના દિગ્ગજ નેતાઓ આરોપી છે જેથી તમામની નજર આ ચૂકાદા પર છે.49 આરોપીઓ સામે CBIએ ચાર્જશીટ ફાઇલ કરી હતી. 49 આરોપીઓમાંથી 17 લોકોના મૃત્યુ થયા છે.

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને વિનય કટિયાર પણ બાબરી કેસમાં આરોપી છે.વિવાદિત માળખું તોડી પાડવા મામલે કુલ 49 આરોપીના નામ ચાર્જશીટમાં છે. જેમાંથી 17 આરોપીઓના મોત થઈ ચૂક્યાં છે. આ કેસમાં 32 આરોપીઓના નિવેદનો પર ચૂકાદો સંભળાવવામાં આવશે.

કોણ-કોણ આરોપી ?

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલદાસ, સાધ્વી ઋતંભરા અને ચંપતરાય.

ક્યારે શું થયું ?

કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવાયા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું ધ્વસ્ત કરવા બદલ FIR દાખલ થઈ હતી. બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર સહિત 17 આરોપીના નિધન થઈ ચૂક્યા છે. 32 આરોપીઓના નિવેદન પર ચુકાદો આવશે.

6 ડિસેમ્બર 1992ના રોજ શું થયું  હતું ?

6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવાની મંજૂરી સુપ્રીમ કોર્ટ પાસે માંગવામાં આવી હતી. કહેવાયું હતું કે રામભક્ત ચબૂતરા પર સરયૂનુ જળ એક મુઠ્ઠી માટી ચડાવશે. તત્કાલિન ભાજપ સરકારે કહ્યુ હતું કે કારસેવક માત્ર કારસેવા કરી પાછા ફરશે. પરંતુ લાખોની સંખ્યામાં રામભક્તોએ વિવાદિત માળખાને ધ્વસ્ત કર્યું હતુ.

માળખુ ધ્વસ્ત કરાયા બાદ તત્કાલિન કલ્યાણ સિંહ સરકારે રાજીનામું આપ્યું હતુ. સરકારે વિવાદિત માળખુ ધ્વસ્ત કરવાને લઈને તપાસના આદેશ આપ્યાં હતા. પહેલાં CB-CIDએ તપાસ કરી, પછી CBIને તપાસ સોંપવામાં આવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.