બાબરી કેસમાં વિશેષ કોર્ટને 30 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય સંભળાવવા સુપ્રીમનો આદેશ

બાબરી વિધ્વંસ મામલેમાં લખનૌની વિશેષ કોર્ટનો નિર્ણય 30 સપ્ટેમ્બર સુધીમાં આવશે. સુપ્રીમ કોર્ટે કેસની સુનવણી કરી રહેલા વિશેષ જજ એસકે યાદવની ટ્રાયલની સ્ટેટ્સ રિપોર્ટ જોયા બાદ કેસની સુનવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દીધી છે. આ પહેલાં 31 ઓગસ્ટ સુધીમાં સુનવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ મામલે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત ઘણાં નેતોઓ આરોપી છે.

8 મેના રોજ કેસની સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલને પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ 2020 સુધીનો સમય આપ્યો હતો ત્યારે કોર્ટે કહ્યું કે લખનૌમાં સીબીઆઈની ખાસ કોર્ટ ઓગસ્ટના અંત સુધીમાં મુકદ્દમો પુર્ણ કરી નિર્ણય આપે. CBI કોર્ટ ઓગસ્ટની સમયમર્યાદાનું ઉલ્લંઘન કરે નહી. CBI કોર્ટને વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. સ્પેશિયલ જજ એસકે યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને વધારે સમયની માંગણી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1992 બાબરી મજસ્જીદ વિધ્વંસ મામલે વિશેષ સીબીઆઈ કોર્ટ સામે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન નોંધ્યું હતું. અડવાણી લખનૌની ખાસ સીબીઆઈ કોર્ટ સામે વીડિયો લિંકના માધ્યમથી જોડાયા હતા. 4.5 કલાક ચાલેલી સુનવણી દરમિયાન કોર્ટે અડવાણીને 100થી વધારે સવાલ પુછ્યા. અડવાણીના વકિલે કહ્યું હતું કે, પોતાના વિરુદ્ધ તમામ આરોપોનો તેમણ ઈનકાર કર્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.