તહેવારો પહેલાં જ આવ્યાં ગ્રાહકો માટે માઠા સમાચાર. આ તેલોનાં ભાવમાં ફરી વધારો થયો..!

આજે રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરુઆત થતા જ હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આવા જ સમયે લોકોનાં બજેટ પર મોંધવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલ માં પણ તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાધતેલ નાં ભાવ પણ આસમાને જઈ રહ્યાં છે.

https://www.youtube.com/watch?v=USSE1EXC00o

સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો છે. ૦૬ દિવસમાં ૨૫ થી ૪૦ રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે.તો સિંગતેલ નો ડબ્બો ૨૪૬૫ હતો, જે હવે ૨૪૯૦ થયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૨૪૦૦ રૂપિયા હતો. તે હવે ૨૪૪૦ રૂપિયા થયો છે.

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ધટાડો થયો હતો.જેથી લોકોને ધણી રાહત મળી હતી. મે મહિનામાં ખાધતેલના ભાવમાં ધટાડો થતાં ખાધતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલ નાં ડબ્બામાં ૫૦ રુપિયાનો ધટાડો થયો હતો.

https://www.youtube.com/watch?v=sXXFO6paMC8

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.