ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વેના, માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી, બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ માટે ક્રિપ્ટો કરન્સીના ઉપયોગ તરફ દોરાયું છે

ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વે(ZIMBABWE)ના માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ (MATCH FIXING) માટે ક્રિપ્ટો કરન્સીના ઉપયોગ તરફ દોરાયું છે, અને આ બાબત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના એન્ટી કરપ્શન યુનિટ (ACU) માટે નવો પડકાર છે.

ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશની નેશનલ ટીમો ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અફગાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ) અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં કોચિંગ દરમિયાન શંકાસ્પદ ભારતીય બુકીને આંતરિક માહિતી આપી હોવાની વાત સ્ટ્રીકે સ્વીકાર્યા પછી આઇસીસીએ તેના પર 8 વર્ષનો પ્રતિબંધ મુક્યો હતો.

સ્ટ્રીકના કેસમાં ભ્રષ્ટ ચુકવણીમાં ધ્યાન બીટકોઇન ભણી ગયું છે. આ કેસમાં આઇસીસીના વિસ્તૃત ચુકાદા અનુસાર સ્ટ્રીકને 2018માં ભ્રષ્ટ વ્યક્તિએ બે બિટકોઇન આપ્યા હતા, જેની કિંમત તે સમયે 35000 ડોલર હતી. આઇસીસી એસીયૂના જનરલ મેનેજર એલેક્સ માર્શલે ગુરૂવારે પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા માટે એ એક નવી બાબત છે,

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.