એક્સપર્ટના અનુસાર એ વાતના સંકેત મળી રહ્યા છે કે દેશમાં કોરોના વાયરસની એક અન્ય લહેર દસ્તક દઈ રહી છે. આ સાથે ડોક્ટર્સે પણ કોરોનાના નવા લક્ષણોને લઈને પણ ચિંતા દેખાડી છે.
કોરોનાના દર્દીઓને ખાસ કરીને સામાન્ય સંજોગોમાં તાવ કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે પણ મુંબઈમાં ડોક્ટર્સે એવા દર્દીઓ જોયા છે જેમને આંતરડામાં બ્લોકેજની તકલીફ, પેટ દર્દ, ડાયરિયાની ફરિયાદ રહી છે.
તપાસમાં જાણવા મળ્યું કે તે તમામના આંતરડામાં બ્લોકેજ છે. ડોક્ટર્સે કહ્યું કે દર્દીઓ પેટની ફરિયાદ પણ કરે છે જેમાં પેટમાં દુઃખાવો થવો, ડાયરિયા થવા, આંતરડામાં તકલીફ પણ જોવા મળે છે.
ગંભીર દર્દીઓમાં કિડની પર પણ તેની અસર ડોવા મળી રહી છે. કેટલાક દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે તો કેટલાકને વાર લાગે છે.
ગઈકાલે દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 27,512 કેસ નોંધાયા છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 157ના મૃત્યુ થતાં દેશમાં કોરોનાથી કુલ 1.58 લાખ લોકોના મૃત્યુ નોંઘાયા છે. મહારાષ્ટ્ર, યુપી, ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં એક દિવસમાં 715 કોરોનાના કેસ નોંધાયા છે તો યુપીમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.