બેડને લઈને દિલ્હીમાં અછત,આઈસીયુ બેડ બિલકુલ ખતમ થઈ ગયા

કોરોના વાયરસના સંકટના કારણે દિલ્હીની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. દર રોજની સાથે નવા મામલાની સંખ્યા વધી રહી છે. દિલ્હીમાં લાગેલા પ્રતિબંધોની પણ કોઈ અસર નથી થઈ રહી. આ દરમિયાન રાજ્યમાં બેડ અને ઓક્સિજનની ભાર અછત ચાલી રહી છે.

દિલ્હી સરકારની વેબસાઈટના મુજબ હજું દિલ્હીમાં 18130 બેડ છે. આમાંથી 15104 ભરાઈ ગયા છે. જ્યારે 3026 બેડ ખાલી છે.

24 કલાકમાં આવેલા કેસ- 25462
24 કલાકમાં થયેલા મોત- 161
પોઝિટિવિટી રેટ 29.64 ટકા

દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા વધવાના કારણે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે. હવે દિલ્હી સરકારે તમામ ખાનગી હોસ્પિટલો , નર્સિંગ હોમ અનેપોતાને ત્યાના 80 ટકા બેડ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવા કહ્યુ છે.  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ચીઠ્ઠી લખી છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 7 હજાર બેડ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.