જગપ્રસિદ્ધ તીર્થધામ બદ્રીનાથના વિકાસ અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવાના હેતુથી રૂપિયા 424 કરોડનો એક માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હોવાનું ચમોલી જિલ્લાના વિકાસ અધિકારીઓએ કહ્યું હતું.
ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વાતિ ભદૌરિયાએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન એવી માહિતી આપી હતી કે શ્રદ્ધાળુઓના આવાગમનમાં પડતી મુશ્કેલીઓ નિવારવા અને તેમની સગવડો વધારવા અમે એક માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો. ત્રણ તબક્કે આ તીર્થધામનો સર્વાંગી વિકાસ કરવાની એ યોજના હતી.
પહેલે તબક્કે શેષ નેત્ર સરોવર અને બદ્રી સરોવરનું સૌંદર્યકરણ કરવામાં આવશે. બીજે તબક્કે મુખ્ય મંદિર અને એની આસપાસના સ્થળોને વિકસાવવાની યોજના છે. ત્રીજે તબક્કે મંદિરને શેષ નેત્ર સરોવર સાથે જોડતા માર્ગોના નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ કામ કરતી વખતે જે ખાનગી મિલકતોને અસર થવાની હશે એ સૌની વિગતો અમે તૈયાર કરી રહ્યા હતા. એકવાર તમામ મિલકતોની વિગતો તૈયાર થઇ જાય ત્યારબાદ એ લોકોને કેવી રીતે મદદ કરવી એનો વિચાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.