ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર દર્દનાક દુર્ધટના,પિતા-પુત્ર સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

કાર સવાર દશોલી બ્લૉકના ભીમતલા ગામમાં એક લગ્નપ્રસંગમાં સામેલ થયા બાદ પરત જોશીમઠ જઇ રહ્યા હતા. રવિવાર સવારે ઘટનાની માહિતી મળતા જ જોશીમઠ અને પીપલકોટીથી પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી.

ભીમતલા ગામના વિનોદ નૈથવાલે જણાવ્યું કે, શનિવાર સવારે જોશીમઠથી ભીમતલા ગામમાં જાન પહોંચી. દિવસભર લગ્નસમારોહ બાદ જાન સાંજે અંદાજિત 7 વાગ્યે જોશીમઠ જવા પરત ફરી.

પોલીસને પણ શનિવારે રાત્રે જ સૂચના આપી દેવામાં આવી. રવિવારે સવારે ઘટનાસ્થળની જાણ થઇ શકી.

તેમણે જણાવ્યું કે, દુર્ઘટના સર્જાઇ તે સ્થળે એનએચનો પુલ બની રહ્યો છે. બન્ને તરફથી સુરક્ષાની કોઇ વ્યવસ્થા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.