રાજ્ય સરકાર અમદાવાદ શહેરમાં બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તાર, શાહવાડી, નાના ચિલોડા સહિત 10 ગામો ભેળવવાની તૈયારી કરી રહ્યું છે..આગામી સમયમા તેનુ જાહેરનામુ બહાર પાડવામા આવશે. એએમસીના પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખે અમદાવાદ શહેરને બે ભાગમા વહેંચી બે મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવા માંગ કરી છે. આ માટે તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.પત્રમા જણાવ્યુ છે કે નવા સીમાંકનની પ્રકીયા આવકાર્ય છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ માત્ર 90 કિમી હતી. ત્યારે 1987મા પૂર્વ અને ઉત્તરના પંચાયત વિસ્તારનો સમાવેશ કરીને ક્ષેત્રફળ વધારી 192 ચોરસ કીમી કરવામા આવ્યુ હતુ.
ત્યારબાદ 2006-7મા નવુ સીમાંકન કરી શહેરને મેગા સીટીનો દરજ્જો આપવામ આવ્યો. અને શહેરનુ ક્ષેત્રફળ 466 ચોરસ કીમી વિસ્તરી ગયુ છે. શહેર વિસ્તરતા પ્રાથમીક સુવિધાઓને લઇ ફરિયાદો વધી રહી છે. શરુઆતમા 15 વોર્ડ હતા. ત્યારે 92 કોર્પોરેટર પોતાના મત વિસ્તારમા પુરતુ ધ્યાન આપી શકતા હતા. પરંતુ હવે વોર્ડ વિસ્તરતા ચાર કોર્પોરેટર હોવા છતા સમસ્યા જોવા મળે છે. આ બાબતને જોતા શહેરને બે ભાગમા વહેચવુ જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.