2 કલાકથી વધુ સમયની મુસાફરીમાં પ્રીપેક્ડ ફુડ આપી શકે,કોરોનાના બગડતી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો

હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરી કરનારા એવા પ્રવાસી જેમનો પ્રવાસ 2 કલાકથી ઓછો છે. તેમને આ દરમિયાન ફ્લાઈટ ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે. આ નિયમ આજથી લાગૂ થશે.

મંત્રાલયે કહ્યું કે, જે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પ્રવાસનો સમય 2 કલાકથી વધારે હોય તે એરલાઈન્સ કંપની તેમને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે. એરલાઈન્સ કંપનીઓએ આ માટે પ્રીપેક્ડ ફુડ અને ડિસ્પોસેબલ કટલરીનો ઉપયોગ કરવાનો રહેશે.

ગત વર્ષ કોરોના વાયરસ લોકડાઉન બાદ જ્યારે 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરુ કરવામાં આવી હતી. ત્યારે મંત્રાલયે તમામ એરલાઈન્સને કેટલીક શરતોની સાથે વિમાનની અંદર પ્રવાસીઓને ભોજન ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી હતી.

  • 2 કલાકથી વધારે સમયની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં એરલાઈન્સ પ્રીપેક્ડ ફુડ આપી શકે
  • કંપનીઓએ કોઈ પણ ડિસ્પોસેબલ કટલરીનો ઉપયોગ કરવાનો રહેશે જે ફરી ઉપયોગમાં નહીં લેવાય

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.