બગવદર પોલીસ દ્વારા ૬૪ દારૂની બોટલ સહિત ૧.૨૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

પોરબંદરમાં વિદેશી દારૂની ૬૪ બોટલ સહિત ૧.૨૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ તથા ફોરવિલ કાર મળી કુલ ૧ ૨૮ ૯૬૦ ના મુદ્દામાલ સાથે શખ્સને બગવદર પોલીસે પકડી પડ્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા દ્વારા જિલ્લામાં દારૂબંધી સદંતર નાબુદ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી દેસાઈ તથા પોલીસ હેડ કોસ્ટેબલ ડીબી ગરચર સહિત પોલીસ સ્ટાફ બગદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે સમય દરમિયાન ગોઢાણા ગામ પાસે પહોંચતા પોલીસ કોસ્ટેબલ અનૌપસિંહ ભાવુભા ભટીને બાતમી હકીકત મળતા કાટવાણા ગામે મેન રોડ ઉપર બસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર બખરલા ગામ તરફ પહોંચતા ફોર વ્હીલ કારને ચેક કરવામાં આવી હતી. જેમાં આરોપી મુરુ કેશાભાઈ કટારા મળી આવ્યા હતા. કાટવાણા ગામે રબારી કેડા ખાતે રહેતા મુરુ કિસા કટારા નામના શખ્સની કારમાંથી બનાવટી વિદેશી દારૂની બોટલ ૬૪ નંગ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

News Detail

કાટવાણા ગામે રહેતા યુવાનની કાર ચેકિંગ કરતા ૬૪ બોટલ વિદેશી દારૂની મળી આવી

પોરબંદરના બગવદર પોલીસ દ્વારા ૬૪ દારૂની બોટલ સહિત ૧.૨૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. કાટવાણા ગામે રહેતા યુવાનની કાર ચેકિંગ કરતા ૬૪ બોટલ વિદેશી દારૂની મળી આવી છે.

પોરબંદરમાં વિદેશી દારૂની ૬૪ બોટલ સહિત ૧.૨૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ તથા ફોરવિલ કાર મળી કુલ ૧ ૨૮ ૯૬૦ ના મુદ્દામાલ સાથે શખ્સને બગવદર પોલીસે પકડી પડ્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા દ્વારા જિલ્લામાં દારૂબંધી સદંતર નાબુદ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી દેસાઈ તથા પોલીસ હેડ કોસ્ટેબલ ડીબી ગરચર સહિત પોલીસ સ્ટાફ બગદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે સમય દરમિયાન ગોઢાણા ગામ પાસે પહોંચતા પોલીસ કોસ્ટેબલ અનૌપસિંહ ભાવુભા ભટીને બાતમી હકીકત મળતા કાટવાણા ગામે મેન રોડ ઉપર બસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર બખરલા ગામ તરફ પહોંચતા ફોર વ્હીલ કારને ચેક કરવામાં આવી હતી. જેમાં આરોપી મુરુ કેશાભાઈ કટારા મળી આવ્યા હતા. કાટવાણા ગામે રબારી કેડા ખાતે રહેતા મુરુ કિસા કટારા નામના શખ્સની કારમાંથી બનાવટી વિદેશી દારૂની બોટલ ૬૪ નંગ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ૨૮,૯૬૦ રૂપિયાની દારૂની બોટલ અને એક લાખ રૂપિયાની ફોરવીલર કાર મળી કુલ ૧,૨૮,૯૬૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.