અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.
સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સુશાંતના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તો આખા દેશમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ચુક્યો છે.હવે રિયાના ફોનની કોલ ડિટેલનો પણ ખુલાસો થયો છે.
આ કોલ ડિટેલ પ્રમાણે સુશાંત 20 થી 24 જાન્યુઆરી દરમિયાન પોતાની બહેનને મળવા માટે ચંદીગઢ ગયો હતો ત્યારે રિયાએ તેને પાછો બોલાવવા માટે પાંચ દિવસમાં 25 કોલ કર્યા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે સુશાંતે નવેમ્બર મહિનામાં ચંદીગઢ રહેતી પોતાની બહેન પાસે મદદ માંગી હતી.ચંદીગઢ જવા તેણે પોતાની બીજી બહેનો સાથે ટિકિટ પણ બુક કરાવી હતી.જોકે રિયાએ સુશાંતને જવા દીધો નહોતો.
એ પછી ડિસેમ્બરમાં ફરી સુશાંતે ચંદીગઢ રહેતી બહેનની મદદ માંગી હતી અને કહ્યુ હતુ કે, રિયા મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાનો પ્રયત્ન કરી રહી છે.મારે મેન્ટલ હોસ્પિટલ જવુ નથી.હું મુંબઈમાં બધુ સમેટી લઈને હિમાચલ પ્રદેશમાં કોઈ જગ્યાએ સેટલ થવા માંગુ છું.
સુશાંત એ બાદ ગાડી લઈને ચંદીગઢ ગયો હતો.આ વાતની ખબર રિયાને પડ્યા બાદ રિયાએ સુશાંતને પાછો બોલાવવા માટે બ્લેકમેઈલિંગ શરુ કર્યુ હતુ અને 3 થી ચાર દિવસમાં 25 કોલ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.