અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠલ પોલિસ તંત્ર સતર્ક બનીને વિશેષ ઝૂંબેશના ભાગરૂપે કાર્યવાહી કરી
News Detail
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશન અને અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કમર કસી છે બાયડ પોલીસે છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને તેમજ 6 વર્ષથી સજા પામેલ આરોપીને પકડ વોરંટના આધારે દબોચી લીધો હતો. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આવા આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝૂંબેશ અંતર્ગત મોટી સફળતા મળી છે.
બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બાયડ પંથકમાં પ્રોહિબિશનની કામગીરીની શખ્ત અમલવારી કરવાની સાથે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા કમર કસી છે બાયડ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુન્હાનો ચોકડીયાનો ઉદાજી દાજીજી સોલંકી નામનો આરોપી છેલ્લા 17 વર્ષથી થાપ આપી રહ્યો હતો પોલીસે બાતમીદારો સક્રિય કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા આરોપીના મોતિયા મરી ગયા હતા તેમજ સવેલાના અનુપસિંહ લાલસિંહ ચૌહણને ગુન્હામાં કોર્ટે સજા ફટકારતા 6 વર્ષથી નાસતો-ફરતો હતો આખરે પોલીસે ઝડપી પાડી હિંમતનગર પોલિસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠલ પોલિસ તંત્ર સતર્ક બનીને વિશેષ ઝૂંબેશના ભાગરૂપે કાર્યવાહી કરી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.