બજાજ હેલ્થકેયરે લોન્ચ કરી નવી દવા,DCGIએ ફૈવિજાજ દવાને આપી મંજૂરી

ભારતીય દવા નિર્માતા કંપની બજાજ હેલ્થકેરે મંગળવારે પોતાી પરજીવીરોધી દવા ફૈવિજાજ (Favijaj) ને બજારમાં લાવવાની જાહેરાત કરી છે. આ દવાને કોરોનાના સંક્રમણની સારવારમાં વાપરવામાં આવશે.

બજાજ હેલ્થકેયરે કહ્યું કે ઈવેરમેક્ટિનના ઔષધિય સામગ્રી અને તેનું ફાર્મ્યુલેશન તેની પોતાના રિસર્ચ અને વ઼ડેવલપમેન્ટ ટીમની મદદથી સફળતાથી કરાશે.

એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 4 લાખ 14 હજાર 182 આવતા હાહાકાર મચ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 3 લાખ 28 હજાર 141 દર્દી સ્વસ્થ થયા છે તો સાથે જ ભારતમાં એક દિવસમાં કોરોનાથી 3 હજાર 920ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 36 લાખ 44 હજાર 436 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 14 લાખ 85 હજાર 285 થયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.