દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને કારણે,બજાર પર જોવા મળી રહ્યું છે દબાણ

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને કારણે બજાર પર દબાણ પણ જોવા મળી રહ્યું છે.

ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થાય તે પહેલા આઇટી અને ગેસ શેરોમાં તેજીની પોઝિશન બનાવવામાં આવી રહી છે.

બેંક નિફટીનો નવો મેમ્બર બન્યો છે એયૂ સ્મોલ ફાઇનાન્સ બેંક, જેમાં હવે તેજીની પોઝિશન બની રહી છે. મોતીલાલ ઓસવાલના ચંદન તાપડિયાનું કહેવું છે કે એયૂ બેંક હવે નિફટીનો હિસ્સો બન્યું છે અને તેને કારણે એમાં ઓપન ઇન્ટરેસ્ટ વધ્યો છે

તાજેતરના મહિનાઓમાં તેજી પછી ઇંફો એજ ઇન્ડિયામાં શોર્ટ પોઝિશન બની રહી છે. એનાલિસ્ટ નોમુરાનું કહેવું છે કે છેલ્લાં 1 વર્ષમાં આ શેરનો ભાવ 150 ટકા વધ્યો છે અને શેરની વેલ્યૂ બધા બેંચ માર્કસ પાર કરી ચૂકી .

નિફટીમાં સામેલ થયેલો આ શેર ટ્રેડર્સના રડાર પર છે. એનાલિસ્ટ નોમુરાએ તાજેતરમાં જ ટાટા કંઝયૂમરનો શેર ખરીદવાની ભલામણ કરી હતી અને 750 રૂપિયાનો ટાર્ગેટ રાખવાનું કહેવાયું છે. ટાટા કંઝયૂમર દરેક શ્રેણીમાં FMCG દિગ્ગજ બનવાની તૈયારી કરી રહી છે

બજારમાં અસ્થિરતા હોવા છતા GAIL ઇન્ડિયાના શેરમાં તેજીની પોઝિશન બનાવવામાં આવી રહી છે .ગોલ્ડમેન સૈકસ અને CLASCએ આ શેર ખરીદવાની ભલામણ કરી છે.CLASCએ આ શેર માટે રૂપિયા 170નો ટાર્ગેટ આપ્યો છે.

ટેકનિકલ આધાર પર કમિંસ ઇન્ડિયાના શેરમાં  દિલચસ્પી વધી રહી છે અને આ શેરમાં સારી તેજી જોવા મળી શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.