બેઠકમાં ખાનગીકરણની સંભવિત બેંકો પર ચર્ચા થશે,બજેટમાં થયું હતું ખાનગી કરણનું એલાન

સરકાર પહેલા તબક્કામાં ઓછામાં ઓછા 2 સાર્વજનિક સેક્ટરની બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. સરકારના 2 સૂત્રોએ જણાવ્યું કે આવનારા અઠવાડિયે નીતિ આયોગ, ભારતીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયની નાણા સેવાઓ અને આર્થિક મામલાના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની બેઠક છે.

પ્રાઈવટાઈજેશનની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્રા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટર બેંકના નામની ચર્ચા છે.  આ બેંકોના શેરમાં પણ બમ્પર ઉઠાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે NIFTY PSU Banksના શેરમાં લગભગ 3 ટકાની તેજી (ઈનટ્રા ડે સુધી)  જોવા મળી છે.

રિપોર્ટના આધાર પર ખાનગીકરણની લિસ્ટમાં એસબીઆઈ ઉપરાંત પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનરા બેંક, ઈન્ડિયન બેંક અને બેંકઓફ બરોડા નથી.

ખાનગીકરણની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીજ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. અત્યાર સુધી ખાનગીકરણની લિસ્ટમાં બેંકોની અંતિમ પસંદગી નથી કરવામાં આવી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીએ 2021-22 નું બજેટ રજુ કરતા સાર્વજનિક સેક્ટરની 2 બેંકો અને એક સાધારણ વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ રાખ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.