ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ૨૨ હોદ્દેદારોની વરણી કર્યા બાદ આ તમામને પ્રમુખ સી. આર. પાટીલે શનિવારે કોબા સ્થિત શ્રી કમલમે બોલાવ્યા છે.
ભાજપના પ્રદેશ માળખામાં એક મહામંત્રી અને બે મંત્રીના પદો ખાલી રાખવામાં આવ્યા છે. જો કે, નવા વરણી પામેલા ચાર મહામંત્રીઓને ઝોનની વહેંચણી તેમજ ઉપપ્રમુખો, મંત્રીઓ સહિતના હોદ્દેદારોને જવાબદારીની વહેંચણી શનિવારે બપોરે મળનારી બેઠકમાં થશે તેમ મનાય છે.
ગુજરાતમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર, કચ્છ એમ પાંચ ઝોનમાં સંગઠનાત્મક સ્તરની જવાબદારી મહામંત્રીઓને સોંપવામાં આવે છે.
આ વખતે સંગઠન મંત્રી સિવાય ચાર મહામંત્રીઓમાં એક પણ સૌરાષ્ટ્ર ક્ષેત્રના નથી. જ્યારે ઉત્તર ઝોનના બે મહામંત્રીઓ છે તેમજ એક મહામંત્રી કચ્છ અને બીજા મધ્યમાંથી આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.