વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક એટલે ઇન્ડિયન પ્રિમીયર લીગ IPLને લોકપ્રિય બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ આ વખતે બ્રોડકાસ્ટર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણને ક્રિકેટ કોમેન્ટ્રી માત્ર અંગ્રેજી અને હિન્દીમાં સાંભળવા મળતી હતી પરંતુ આ વખતે ક્રિકેટ કોમેન્ટ્રી 7 પ્રાદેશિક ભાષામાં કરવામાં આવશે.અને 7 પ્રાદેશિક ભાષામાં ગુજરાતીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
IPLના ગુજરાતી દર્શકો હવે ગુજરાતી કોમેન્ટ્રીની મજા માણી શકશે. અને આ કોમેન્ટ્રી પેનલમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, રેડિયો જોકી, સ્ટેન્ડ અપ કોમેડિયન દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે ગુજરાતીમાં કોમેન્ટ્રી રજૂ કરવામાં આવશે. ગુજરાતી કોમેન્ટેટર્સમાં કરણ મહેતા, મનન દેસાઈ (સ્ટેન્ડ અપ કોમેડિયન), ધ્વનિત ઠાકર (પૂર્વ પણ લોકપ્રિય RJ), આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા (પૂર્વ રણજી ક્રિકેટર), નયન મોંગિયા (પૂર્વ ટેસ્ટ ક્રિકેટર) સામેલ છે.અને ગુજરાતી માં કૉમેન્ટરી નો પ્રયોગ સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું..
મહત્વનું છે કે, આજથી IPLનો થશે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.અને આ વખતે IPLની સિઝન ગુજરાત માટે ખાસ આકર્ષણ હશે કારણે આ વખતે IPLમાં 7 ભાષામાં થશે કોમેન્ટ્રી કરવામાં આવશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.અને આ સાથે આ વખતે IPLમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ગુજરાત ટાઇટન્સના નામ સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ગુજરાતના ક્રિકેટ રસીકોને આઈપીએલનો બેવડી મઝા એટકે ગુજરાતની પોતાની ટીમ અને ગુજરાતી ભાષા એમ બંને એક સાથે જોવા અને સાંભળવા મળશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.