રેલવે સુરક્ષા દળે દેશના વિવિધ ભાગમાં રેડ કરીને એકે સોફ્ટવેર મારફતે કન્ફર્મ રેલવે ટિકિટનો ગોરખધંધો કરતા ગૃપનો પર્દાફાશ કર્યો છે. રેલવે સુરક્ષા દળની ટીમે ગઇ કાલે બિહારની રાજધાની પટનામાં આવેલી એક બેકરીની દુકાનમાં રેડ પાડી હતી. આ દુકાનમાં પણ આવું જ કૌભાંડ ચાલતુ હતું. સુરક્ષા દળે પટનામાંથી એક ટિકિટ દલાલની ધરપકડ કરી છે. જે પોતાની બેકરીની દુકાનની આડમાં ઇ ટિકિટની દલાલી કરતો હતો. કાસિફ જાકિર નામના આ વ્યક્તિ પાસેથી પોલીસે 22 લાખ કરતા વધારે કિંમતની ઇ ટિકિટ જપ્ત કરી છે.
કાસિફ જાકિર પટના સિટીના અગ્રવાલ ટોલા વિસ્તારનો રહેવાસી છે. આ વ્યક્તિ એક ડઝન કરતા વધારે સોફ્ટવેર દ્વારા રેલવેની ઇ ટિકિટ બનાવતો હતો અને બાદમાં ઉંચા ભઆવે વેચતો હતો. રેલવે સુરક્ષા દળે તેને જેલમાં ધકેલ્યો છે. જ્યારે પોલીસ બાતમીના આધારે રેડ પાડવા પહોંચી તો ત્યાં કોઇ નહોતું. બેકરીમાં કામ કરતો સ્ટાફ જ હતો. પરંતુ વધારે તપાસ કરતા સામે આવ્યું કે કાસિફ દુકાનના પાછળના ભાગમાં બેસીને ઇ ટિકિટ બનાવવાનું કામ કરતો હતો. તેનું ઘર પણ બેકરીને અડીને જ આવેલું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે બેકરી તો માત્ર નામની હતી, બાકી કાસિફનો મુખ્ય ધંધો તો ટિકિટ બનાવવાનો હતો. ખાસ કરીને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને તે ઉંચા ભઆવે ટિકિટ વેચતો હતો. રેડ દરમિયાન કાસિફ પાસેથી 22 લાખ 4 હજાર રુપિયાની કન્ફર્મ ટિકિટ મળી આવી છે. આ વ્યક્તિ તત્કાલ ટિકિટ બૂક કરવા માટે રિયલ મેંગો, એએનએમએસ, રેડ મિર્ચિ સહિતના સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.