ક્રિકેટ રસિકોના બખ્ખા / મુકેશ અંબાણી આઈપીએલને ફ્રી સ્ટ્રીમીંગની યોજના, નહીં ચુકવવો પડે સબ્સક્રિપ્શન ચાર્જ

અબજોપતિ મુકેશ અંબાણીના ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટને મફતમાં સ્ટ્રીમ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુકેશ અંબાણી વોલ્ટ ડિઝની કંપની અને Amazon.com Incને પડકારવા માટે આવું કરવાની યોજના બનાવી રહ્યા છે.

News Detail

Mukesh Ambani: અબજોપતિ મુકેશ અંબાણીના ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટને મફતમાં સ્ટ્રીમ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુકેશ અંબાણી વોલ્ટ ડિઝની કંપની અને Amazon.com Incને પડકારવા માટે આવું કરવાની યોજના બનાવી રહ્યા છે.

જો આમ થશે તો IPL જોવા માટે કોઈ સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવાની જરૂર રહેશે નહીં. IPL ફ્રીમાં જોઈ શકાશે. ગયા વર્ષે, Viacom18 એ Sony Corp ને પાછળ છોડીને 2.7 અબજ ડોલરમાં IPL ના મીડિયા રાઈટ્સ જીત્યા હતા.

જાહેરાત દ્વારા કરોડોમાં કરશે કમાણી 

Viacom 18 એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને પારામલ ગ્લોબલનું જોઈન્ટ વેન્ચર છે. મોટી સ્ટ્રીમિંગ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આ બંને ગ્રૂપોની યોજના જાહેરાતો દ્વારા કરોડો રૂપિયા કમાવવાની છે. તેના માટે કોઈ સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. પહેલા IPLના મીડિયા રાઇટ્સ ડિઝની પાસે હતા, પરંતુ હવે તે વાયાકોમ 18 પાસે ગયા છે. મુકેશ અંબાણી IPLમાં જાહેરાત દ્વારા મફતમાં સ્ટ્રીમ કરીને કરોડો રૂપિયા કમાવવાની યોજના બનાવી રહ્યા છે.

રિલાયન્સ જિયોને પણ થશે ફાયદો

IPL નું ફ્રી સ્ટ્રીમિંગ પહેલા કરતા વધુ ઈન્ટરનેટ વાપરે છે. આવી સ્થિતિમાં રિલાયન્સ જિયોને ફાયદો થઈ શકે છે, કારણ કે હાલમાં જિયોના 50 કરોડથી વધુ યુઝર્સ છે. તે જ સમયે, એક અનુમાન મુજબ 550 મિલિયન લોકો આ IPL જોશે. આ લગભગ આઠ અઠવાડિયા સુધી ચાલશે.

કેટલા પણ મેચ અને કોઈ પણ લેન્થમાં ફ્રીમાં જોઈ શકશો

Viacom18 યુઝર્સને કોઈપણ ઈન્ટરનેટ કનેક્ટેડ ડિવાઈસ પર કોઈપણ લેન્થની ગમે તેટલી સંખ્યામાં ગેમ જોવાની મંજૂરી આપવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ હેઠળ જોઈન્ટ વેન્ચર આઈપીએલની આ તકનો લાભ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને વધુને વધુ યુઝર્સને જોડવાની યોજના પર કામ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.